Geo Gujarat News

ઝઘડિયા: ગોવાલીથી મુલદ સુધી 3 KM ટ્રાફિકજામ, ફાયર ટેન્ડર પણ ટ્રાફિકજામમાં અટવાયું..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ કે જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે અને નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જેના કારણે રોડની એક સાઇટ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર અહીંયા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે, આજરોજ ગોવાલી ગામથી મુલદ સુધી આશરે ત્રણ કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો.

રસ્તામાં કોઈ વાહન ખોટકાયો હોવાથી આ ટ્રાફિકજામ સર્જાયો હોવાની માહિતી મળી હતી, ટ્રાફિક જામમાં ઇમર્જન્સી વાહન ફાયર ટેન્ડર પણ ફસાયું હતું,ફાયર વિભાગ ના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકને હળવું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ટ્રાફિકમાં કલાકો સુધી લોકો અટવાયા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *