ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપી જન પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃતમાં ચર્ચા કરી તેનો યોગ્ય નિકાલ કરવા અંગે બાહેંધરી આપી જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જનપ્રતિનિધિના પ્રશ્નોનો સમયસર અને સકારાત્મક નિકાલ કરી તેમને યોગ્ય પ્રત્યુતર પાઠવવાની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ યોજાશે : વધુમાં, કલેકટરશ્રીએ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચની સુચના અને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં જાહેર રજાઓના દિવસે એટલે કે, તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બર-૨૦૨૪ના રોજ ખાસ ઝૂંબેશ યોજાનાર છે ત્યારે આ ઝૂંબેશને ખરા અર્થમા સફળ બનાવવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રભાઈ વાંસદીયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી. કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારી સર્વ, નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વિવિધ વિભાગોના જિલ્લા – તાલુકાના અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com