ઇસ્લામિક મહિનો જમાડીઉલ અવ્વલનું મેહદવિયા સમાજમાં અનેરું મહત્વ રહેલું છે. આ મહિનામાં મસ્જિદ, મડ્રેસામા જલસાઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં હજરત સૈયદ જોનપુરી મેહદી-એ મવઉદ અ.સ ની શાનમાં તેઓની સિરત અને તેમની નૈતિકના વિશેના બયાનો પણ કરવામાં આવે છે. જમાડીઉલ અવ્વલના 14માં ચાંદના રોજ હજરત સૈયદ જોનપુરી મેહદી-એ-મવઉદ અ.સ ના જન્મ દિવસની ઠેર-ઠેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા આ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેહદવિયા સમાજ દ્વારા મેહદવિયા મોટી મસ્જિદ ખાતેથી મુર્શીદીને કિરામની રહેબરીમાં સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં બાળકો,મોટેરાઓ સહિત વયોવૃદ્ધ અકિદતમંદો પણ સામેલ થયા હતા. અને ભરૂચ જિલ્લા સહિત વિશ્વભરમાં શાંતિ, સલામતી અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. અંતે નિયાજનું વિતરણ કરી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com