Geo Gujarat News

જંબુસર: પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા નવયુગ વિદ્યાલયમાં સ્પર્ધાઓ યોજાઈ

નવયુગ વિદ્યાલયમાં જંબુસર પોલીસ સ્ટેશન ના જવાનો તથા યુવા વિભાગનું રમત ગમતનું થયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસર પોલીસ સ્ટેશનના પી. આઈ. એ.વી. પાનમિયા સાહેબે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટી રણછોડભાઈ, આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, પોલીસ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેન, કરણસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ. નન્હી કલી ફાઉન્ડેશનના અધ્યકક્ષા કરમજીત કોર તથા નૂતનબેન યાદવ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ વિદ્યાલય અને જંબુસરના પોલીસ જવાનો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન પરિવારનો શાળા પરિવાર, શાળા મંડળ વતી આભાર માન્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *