ભરૂચ જિલ્લાના આમોદમા ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 40 વર્ષથી શબનમ સપોર્ટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિક ભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડીયાદની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડીયાદની ટીમ ફાઇનલ મેચ વિજેતા થઈ હતી. જ્યારે વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને પણ ટ્રોફી આપી રોકડ રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે માનવ મેળામણ ઉમટી પડ્યું હતું. શબનમ સપોર્ટ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમ માં ભાઈચારો અને એકતા કેળવવા માટેનો છે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાંથી સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વાપી જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની આઠ સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વોલીબોલ ટુર્નામેન્ટ શબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા પોતાના ખર્ચે ૪૦ વર્ષથી રમાડવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી આમોદ ચામડીયા હાઇસ્કુલ ખાતે વોલીબોલ નું ટુર્નામેન્ટનું આયોજન ફક્ત શબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે જેમકે રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે. અને ઉલ્લાસભેર એકતા ની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ ના પુત્ર ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઇ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ, વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા.
યાસીન દિવાન, આમોદ