ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તાર સ્થિત બુસા સોસાયટીના કોમન પ્લોટ ખાતે આજથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તાર સ્થિત બુસા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાનીમોટી ચીજવસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે હેતુથી બુસા સોસાયટીના કોમન પ્લોટમાં તા. 20 નવેમ્બરથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોષી, નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, બુસા સોસાયટી કમિટીના સભ્યો સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં બુધવારી હાટ બજારને રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com