અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલી શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કરનાર ઇસમ સુરતના કીમ સ્થિત મુલદ ગામની રાધે શ્યામ સોસાયટી રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બીપીન બાબુલાલ શર્માને તેના ધરેથી જ ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બે તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઈક અને ચોરી થયેલા ઘરેણા મળી કુલ 2.44 લાખનો મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com