ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રસ્તા પર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા કાર ચાલકે દીપડો લટાર મારતો વિડિયો પોતાના મોબાઇલમાં કંડારી વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં માર્ગ પર બિન્દાસ લટાર મારતો દીપડો મોબાઈલના કેમેરામા કેદ થયો હતો. તાલુકામા અનેક ઠેકાણે દીપડો નજરે પડતો હોય છે. અને ઘણીવાર માનવ વસ્તીમાં ધસી આવતા હોય છે. દીપડા ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે છે. અને કેટલીક વાર દીપડાઓ પાંજરામાં આબાદ ઝડપાઇ જતા પણ હોય છે. હાલ દીપડો લટાર મારતો હોય એ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com