Geo Gujarat News

ભરૂચ: ૧૦થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિના મૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે

ભાગ લેવા ઈચ્છુક ભરૂચ જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન- ૬, સાયન્સ સીટી રોડ, સોલા,અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ ધ્વારા વિના મુલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે. રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી – ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી info@altevol.com સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, ભરૂચની યાદીમાં જણાવાયું છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *