આમોદ અને મગણાદ ગામ વચ્ચે 2 દિવસ પહેલા રાત્રીના સમયે ગોજારા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફરી વાર આવો બનાવ ન બને તે હેતુસર આમોદ પોલીસ દ્વારા પ્રસન્નીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આમોદ અને મગણાદ ગામ વચ્ચે નેશનલ હાઇવે નં. ૬૪ ઉપર એક ટ્રક બ્રેકડાઉન થયેલ હાલતમાં ઊભેલું હતું. જેના પાછળ પાર્કિંગ લાઈટ કે રેડિયમ પટ્ટી લાગેલ ન હોવાથી એક ઇકો કાર ધડાકાભેર અથડાતા 7 લોકોના મોત થયા હતા. જેથી ફરી આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઉભા રહેતા વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઈટ ન હોય કે રેડિયમ પટ્ટી લગાવેલ ન હોય એવા વાહનોને આમોદ પોલીસ દ્વારા જાતેજ વાહન ઉપર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા. આમોદ પોલીસની આ પ્રશંનીય કામગીરીને જોઈ આમ જનતા પણ ઉત્સાહિત થયેલ જોવા મળી હતી.

યાસીન દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com