આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બંધ રચાય, પોલીસ પ્રજાની વચ્ચે આવે, લોકો પોલીસને મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો એક હાઉ દૂર થાય એવા અભિગમ દ્વારા, વિવિધ વિદ્યલાયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોયછે.
જેમાં જંબુસર શહેરની ડાભા રોડ પર આવેલ મુસ્લિમ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક, પી. એલ. ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો.ઉપસ્થિત અતિથિનું પુષ્પગુચ્છ આપી સંસ્થાના ઉપ પ્રમુખ અને નાયબ મોહતમીન મુફ્તી અરસદ સાહેબે કરી પુષ્પોની મહેક પ્રસરાવી.અધ્યક્ષ સ્થાનેથી DYSP સાહેબ દ્વારા “વિદ્યાર્થી મિત્રોમાં પોલીસનો ભય દૂર થાય અને આત્મીયતા કેળવાય, મિત્રતા કેળવાય તેવું જણાવી, વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા, પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા.
જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણામીયા દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપી, પોલીસ પ્રજા સાથે મિત્રતા કેળવેછે. પરંતુ જયારે કાયદાની વાત આવે ત્યારે પોલીસે સક્રિય રહી પ્રજાને કાયદાનું ભાન પણ કરાવવું પડે છે, એમ જણાવી “કાયદે મેં રહોગે તો ફાયદેમે રહોગે “નું સૂત્ર જણાવતા વિદ્યાર્થીઓમા રમૂજનું વાતાવરણ જોવા મળ્યું હતું.ત્યાર બાદ જંબુસર પત્રકાર જગતમાંથી ઉપસ્થિત રહી અતિથિ વિશેષ પદ શોભાવનાર રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને, આધુનિક શિક્ષણ અને શિક્ષણના હાલના યુગમાં ખુલેલા દ્વાર વિશે માહિતી આપી,
હતાસા મુક્ત શિક્ષણ અને ગાંધીજીના સ્વાવલંબી શિક્ષણની વાત કરી શિક્ષણ સાથે સંસ્કાર મેળવી, માનવતા અને દેશની જાહેર મિલકત, પર્યાવરણ, જળ અને સ્વચ્છતા વિશેની વાત રજુ કરી હતી.સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભારવિધિ કરી ઉપસ્થિતોનો આભાર માન્યો હતો, તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉત્સાહી આચાર્ય બસીરભાઈ આઈ પટેલ દ્વારા કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયાંછે.