Geo Gujarat News

ભરૂચ: વિવિધ પ્રદેશોની ચૂંટણીમાં BJP ને ભવ્ય વિજય મળતા ભાજપ પરિવાર દ્વારા વિજયોત્સવ મનાવાયો..

મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભા અને ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવતા સમગ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો છે.જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ફટાકડાં ફોડી એક બીજાને મીઠાઈ ખવડાઈ વીજ્યોત્સવ ઉજવ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી સાથે દેશમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી.જેના સમગ્ર દેશમાં આજે પરિણામના દિવસો હતો.જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 149 બેઠક પર ચૂંટણી લડી હતી અને 130 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે વાવની પેટાચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી.મતગણતરીના છેલ્લા ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસ પાછળ થઈને ભાજપના સ્વરુપજી ઠાકોરની 2442 મતોથી જીત થઈ છે.વાવમાં વિધાનસભામાં અને મહારાષ્ટ્રમાં બીજેપી ચૂંટણી જીતી જતાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે આજ રોજ મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્યની વાવ વિધાનસભા , ઉત્તરપ્રદેશ (ઉપ ચુનાવ) અને બિહાર (ઉપ ચુનાવ) માં ભાજપનો પ્રંચડ વિજય પ્રાપ્ત થતા ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા,ઉપ પ્રમુખ દક્ષા પટેલ સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *