ભરૂચના પરીએજ નજીક આવેલ હજરત બાવા રુસ્તમશાહ સરકારના ૬૧૪ મા સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઇ હતી. દર વર્ષે મુસલમાની ચાંદ ૨૨ જમાદીઉલ અવ્વલ ના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી. સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી.

સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા. હજરત બાવા રુસ્તમ શા સરકારના આસ્તાના પર હિંદુ – મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે. આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઇશાની નમાઝ બાદ શમા એ મેહફીલ નો કાર્યક્રમ પણ યોજાશે. ઉર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com