ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગજ નેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા સ્વ.અહેમદ પટેલ સાહેબની ૪ થીં પુણ્ય તિથિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, માજી પ્રમુખ મયુદીન રાજ, ભરત ભાઈ પાલડી, વાગરા યુવા કોંગ્રસના પ્રમુખ ઈમરાન રાજ, અસલમ રાજ, કૉંગ્રેસ અગ્રણી શકીલ રાજ, રસૂલ ભાઈ ગંધાર, ઝાબીર પટેલ, સલીમ બાજી. સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com