નવયુગ વિદ્યાલય જંબુસરમાં વાલી મિટીંગનું આયોજન, વાલી મંડળનું ગઠન, શાળા પરિવાર તરફથી જરૂરી સૂચના, વિદ્યાર્થી,વાલીના પ્રતિભાવો, ફિડબેક, વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષાની ઉત્તરવાહી બતાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહજી સિંધા તથા શાળા મંત્રી શ્રીભુપતસિંહજી, રણછોડભાઈ, વાલી પ્રતિનિધિ નિરાલીબેન, સમાજ સેવક બીપીનભાઈ તથા ગીતાબેનનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ મહેશભાઈ સોલંકી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિકના આદર્શ શિક્ષક અનિરુદ્ધસિંહ રાવલજીએ કર્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com