Geo Gujarat News

આમોદ: નાગરિક સહકારી બેન્કને RBI એ એક લાખનો દંડ ફટકાર્યો.!!

ભારતીય રિઝર્વ બેન્ક એ ગુરૂવારે જાહેરાત કરી હતી કે ગુજરાત ની ઘણી સહકારી બેંકો પર નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન નહીં કરવા બદલ નાણાકીય દંડ લીધો હોવાની માહિતી સાંપડી છે.ભરૂચ જિલ્લાની આમોદ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૩ નવેમ્બરના ૨૦૨૪ ના રોજ રિઝર્વ બેંકે આમોદ નાગરિક બેન્ક લિ.ને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. બેંકે બેંકના ડાયરેકટરના સંબંધી ને લૉન મંજુર કરી હતી.અને ડાયરેક્ટરના સંબંધીને ગરેન્ટર તરીકે ઉભા રહેવાની મંજૂરી આપી હતી. વધુમાં બેંક ચોક્કસ ગ્રાહક ખાતાના કે.વાય.સી. રેકોર્ડને નિયત સમયરેખામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ રજીસ્ટ્રીમાં અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી.રિઝર્વ બેન્કના કડક અભિગમને પગલે નિયમોનું પાલન નહિ કરતી સહકારી બેંકના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *