Geo Gujarat News

આમોદ: ઈખર ખાતે સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો, ૨૨૩ બાળકોની વિના મૂલ્યે આરોગ્ય તપાસ કરાઈ

એમ.એમ. હાઈસ્કૂલ, ઇખર આચાર્ય એમ એ પટેલ અને હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હૉસ્પિટલ, મિયાગામ, કરજણ (સુમેરૂ હૉસ્પિટલ)ના કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગ ના ડાયરેકટર ડો.હેમા પરીખના માર્ગદર્શન હેઠળ અને આગેવાનીમાં શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને બ્લડ ગૃપ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાત (MD)ડોકટરો ડો.મૃણાલિકા દીક્ષિત,ડો. અમિત ગાવકર,ડો. સંચિતા સિંહ અને લેબ ટેકનીશિયન શ્રી વિરેન્દ્રભાઇ વરિયા, સામાજીક કાર્યકર રતિભાઈ રબારીએ સેવાઓ પ્રદાન કરી હતી. આરોગ્ય તપાસ કાર્યક્ર્મમાં કુલ ૨૨૩ બાળકોની તપાસ કરી વિના મૂલ્યે હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી. અને ૨૩૨ બાળકોનું બ્લડ ગૃપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગ્રામજનોએ પણ આ સેવા કાર્યક્રમનો લાભ લીધો હતો. N.S.S પ્રોગ્રામ ઑફિસર શ્રી બોડા મુસ્તકીમ દ્વારા આ ઉમદા સેવાનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું. શાળાના સેવકભાઈની ઉમદા સેવા અને શાળા સ્ટાફની મદદથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *