અંકલેશ્વરના પાનોલીમાંથી ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આજરોજ બપોરના સમયે આ નહેરમાં બે લોકો ડૂબી રહ્યા હતા. તે દરમિયાન નોકરી પૂર્ણ કરી પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા, આથી તેઓએ તાત્કાલિક ડૂબી રહેલા બે વ્યક્તિઓને બચાવવા માટે નહેરમાં પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. અને ભારે જહેમતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેનો જીવ બચાવ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com