ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા સર્જાયો હતો આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું અકસ્માત મા ગંભીર ઇજાઓના પગલે કમ કમાટી ભળ્યું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જે બાદ આજરોજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે તેઓના પરિવારજનોની મુલાકાત કરી સાંતવના પાઠવી હતી.

અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે. ગેરકાયદેસર રેતી વહન તેમજ સિલિકા વહન કરતાં વાહનો પર તંત્ર દ્વારા જો પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપારડી સ્થિત બિરસા મુંડા ભગવાનને પ્રતિમાને ફુલહાર કરી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવશે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ત્યાંથી ભરૂચ કલેકટર સુધી પહોંચી ચક્કાજામ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com