શ્રી સ્વામી નારાયણ મંદિર, ઝાડેશ્વર, ભરૂચ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, આત્મા પ્રોજેક્ટ – ભરૂચ દ્નારા ભરૂચ જીલ્લાના ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક કૃષિના તમામ આયામોનો ઉપયોગ અને તૈયાર કરવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન સમજ સાથે પ્રાકૃતિક ખેતી કરતા આમોદ, હાંસોટ અને નેત્રંગ તાલુકાના ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને નેત્રંગ તાલુકાના લગભગ ૮૦૦ થી વધારે સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક કૃષિ કરતા અગ્રણી ખેડૂતો પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તમામ આયામોનો ઉપયોગ કરવાની જીવંત નિદર્શન અંગેની સમજ સાથે પ્રાકૃતિક કૃષિ વિષે વિસ્તૃત પરિસંવાદ કર્યો હતો. જ્યાં કોઇ પણ પ્રકારના ઇનપુટ બજારમાં ખરીદ્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડુત ૩૦ એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેના લાભાલાભ અને ખેતી પધ્ધતિ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશકિતમાં વધારો થાય તે હેતુથી ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો : વધુમાં, માનનીય રાજયપાલના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વ્યાપક બનાવવા, જીલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં વિશિષ્ટ યોગદાન આપી અને તે તરફ વળી આર્થિક રીતે સધ્ધર બને તેવા ઉમદા હેતુ છે. જીલ્લાના ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેત પધ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશકિતમાં વધારો થાય તે હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આમ, પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા તેમજ ભરૂચ જીલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ભરૂચ ખાતે વધુ પ્રગતીશીલ ખેડુતો સાથે પરીસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com