અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર ખાતે GIDC બસ ડેપોની સામે આવેલ રોશન સોસાયટીના મકાન નંબર 194 મા રેહતા શેખ સદ્દામ હુસૈન સૈઈજુદીન મુળ રહે મેદનીપૂર બંઞાલના ઓએ કોઈ અગમ્ય કારણોસર પંખા જોડે ટી.વી કેબલનો વાયર બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનુ જીવન ટૂંકાવી લીધું હતું. જે અંઞેની જાણ અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ મથકે થતા અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ધટના સ્થળે દોડી જઇ યુવાન ના મૃતદેહને પંખા પરથી ઉતારી ગડખોલ સી.એચ.સી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ અથે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com