Geo Gujarat News

ભરૂચ: બાલભારતી પબ્લિક સ્કુલ ઝનોર ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો, વિવિધ રમતોમાં બાળકોએ ભાગ લીધો

ભરૂચ જિલ્લામાં ઝનોર સ્થિત બાલભારતી પબ્લિક સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેનાર સ્પર્ધકો માટે ઇનામો રાખવામાં આવ્યા હતા. આ સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા સંચાલકો, શાળા શિક્ષક ગણ અને બહોળા પ્રમાણમાં બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ પણ પોતાની રમત કૌશલ્ય બતાવી હાજર મેદનીની વાહવાહી મેળવી હતી.

સલીમ કડુજી, નબીપુર 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *