ભરૂચના મંગલેશ્વર ખાતે 4 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારીબાપુની રામકથા યોજાશે જેને લઈ વિવિધ તૈયારીઓની તડામાળ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે મંગળમાઠના સંચાલક ચેતનદાસ સાહેબ દ્વારા સ્વયંસેવકો માટેની એક મીટીંગ બેઠક બોલાવવામાં આવી હતી.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મંગલમઠ ખાતે સ્વયંસેવકોની બેઠક મળી આગામી દિવસોમાં ચાર જાન્યુઆરીથી 12 જાન્યુઆરી મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથા ને લઈ કબીર સંપ્રદાયના સંતો મહંતો અને કબીર સંપ્રદાયના અનુયાયીઓ અનેક કાર્યમાં જોતરાઈ ગયા છે ત્યારે રામકથા દરમિયાન સ્વયંસેવકોને કઈ જવાબદારી સોંપી કઈ પ્રકારની વ્યવસ્થા કરવી જેને લઇને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના સેવકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ આસપાસ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત સદસ્ય જીલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગામજનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ કાર્યમાં કઈ રીતે સેવામાં તત્પર રહેવું જેની વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજરી આપે તેવું કવિ સંપ્રદાયના વરિષ્ઠ સંતો દ્વારા તમારા ગામના ગ્રામજનોને અને યુવા મિત્રોને આ કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com