ભારે રસાકસી બાદ સિતપોણ ઇલેવનનોન9 વિજય : ગુજરાત પોલીસ નું એક બહુજ સરસ સૂત્ર છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે. આ ઉક્તિ અન્વયે આજરોજ નબીપુર પોલીસ સ્ટેશને એક નવતર પ્રયોગ આદર્યો હતો. જેમાં તેમણે ક્રિકેટ મેચ થકી પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય વધે તેવા પ્રયાસ રૂપે નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા તેમની હદમાં આવેલ સિતપોણ ગામ ખાતે એક ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. સિતપોણ ગામ ખાતે આયોજિત આ મેચમાં સિતપોણ ગામની ટીમે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 67 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં નબીપુર પોલીસની ટીમ 10 ઓવરમાં 62 રન બનાવી શકી હતી. આમ સિતપોણ ની ટીમનો 5 રને વિજય થયો હતો. આ મેચમાં પોલીસની ટિમ મા નબીપુરના પી.આઈ. સહિત પોલીસ સ્ટાફે ભાગ લઈ મેદાનમાં પ્રજાનું આકર્ષણ રહયા હતા. આ મેચની દરેક પણો હાજર મેડનીએ મનભરીને માણી હતી.

સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com