ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીમાં કેટલાક કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીમાં થી છુટા કરી દેતા કામદારો દ્વારા ગેટબહાર હોબાળો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ ઝઘડિયા જીઆઇડીસીની બિરલા સેન્ચ્યુરી કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ચાલી રહી હોય તેમ કંપનીના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ કંપનીમાં 78 જેટલા કામદારો કામ માટે આવ્યા હતા ત્યારે કંપની બહાર નોટીસ મારેલી જોઈ ત્યાં ખબર પડી કે કામદારોને કમનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, કામદારોના ખાતામાં વહેલી સવારે વીઆરએસ ની મોટી રકમ કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવી હતી.

જે રકમ તેઓના બેંકના ખાતામાં અચાનક જમાં થતા કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્ય મુકાયા હતા, જ્યારે કંપની દ્વારા ગેટની બહાર નોટિસ લગાવી દેવામાં આવી હતી. કેટલાક કામદારો દ્વારા કંપનીમાં સંચાલકો દ્વારા ગેર વર્તન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા, કંપની સંચાલકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે અને કાયદાની જોગવાઈનું પાલન કરી કામદારોના જે પણ કંઈ હક્કો છે તે આપી દીધેલા છે. ભવિષ્યમાં કોઈપણ પ્લાન્ટ આવશે તો તેઓને યોગ્ય ટ્રેનિંગ આપીને કામ પર રાખીશું તેમ કંપની સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com