ભરુચ જિલ્લાના ઝઘડિયાની ભંડારીચાલમાં એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આજુબાજુના મકાનો પણ આગની ચપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી. ઘટનામાં ઘરવખરીનો સામાન આગની ચપેટમાં આવી જતા બળીને તમામ ઘરવખરી બળીને ખાક થઈ જવા પામી હતી. મળતી માહિતી મુજબ ઝઘડિયાની ભંડારી ચાલમાં રહેતા વર્ષાબેન પટેલ સવારે નોકરીએ ગયા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેઓના મકાનમાં આગ લાગતા તેઓ તુરંત પોતાના ઘરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઝઘડિયા જીઆઇડીસી ના ફાયર ટેન્ડર સમયસર આવી પહોંચતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બાજુમાં આવેલ અન્ય 2 મકાનોમાં પણ આગ પ્રસરી હોવાની માહિતી મળી હતી

ઘરમાં કોઈ પણ હાજર ન હોય સદ્દનસીબે કોઈ જાનહાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકો સહિત તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ મકાનમાં આગ લાગતાં મહિલા મકાન માલિકને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. તેઓ દ્વારા તંત્ર પાસે યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી હતી.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com