વાગરા તાલુકામાં આવેલાં વહિયાલ ગામે જૂનુ ફળિયામાં રહેતાં 60 વર્ષીય પુના નરસી વસાવાના મોટા ભાઇ મંગાભાઇનું ગત 27મી નવેમ્બરે જૂના ફળિયા સામે રોડ પર અકસ્માત થતો હોવાનું માલુમ પડતાં તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યાં હતાં. જ્યા તેમના ગામનો મયુર કેવળ વસાવા તેની બુલેટ સાથે ઉભેલો અને તેમના મોટા ભાઇ ગંભીર ઇજા થયેલી હાલતમાં પડેલાં મળી આવ્યાં હતાં. તેમના ભાઇના કાનમાંથી લોહી નિકળતું હોઇ તેમને તાત્કાલીક વાગરા સરકારી દવાખાને લઇ ગયાં હતાં.

જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાનું જણાવતાં તેમની પાસે તે સમયે રૂપિયા ન હોઇ તેમને ઘરે લઇ ગયાં હતાં. જે બાદ બીજા દિવસે તેમને વડોદરા સારવાર કરાવવા લઇ ગયાં હતાં. જ્યાં તેમનું સારવાર વેળાં મોત થયું હતું. તેમનું મોત અકસ્માતને કારણે થયું હતું.

જોકે, અકસ્માત સર્જનાર મયુર વસાવાએ તેમના ભાઇની સારવારનો ખર્ચ આપવાની બાંહેધરી આપતાં તેમણે પોલીસમાં જે તે સમયે તેમના ભાઇ રોડની સાઇડમાં લઘુ શંકા કરતાં હતાં. તે વેળાં તેઓ બિમાર હોઇ ચક્કર ખાઇને પડી જતાં તેમને માથામાં ઇજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં મયુરે તેમને રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં આખરે તેમણે વાગરા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com