ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના રોહિત મહેશભાઈ વસાવા કોંગ્રેસના ઝઘડીયા તાલુકા સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના પ્રદેશ પ્રમુખ ભૂમન ભટ્ટ અને જિલ્લા પ્રમુખ ભરત ગોહિલ દ્વારા ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના રોહિત મહેશભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટીના ઝગડિયા તાલુકા સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓની નિયુક્તિ થતા તેઓના સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. અને નવનિયુક્ત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું. અને હું ઝઘડીયા તાલુકાના લોકોના પ્રશ્નોને વાચા આપીશ. તેમજ કોંગ્રેસ પાર્ટી માટેની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીશ તેમ તેઓએ જણાવ્યું હતું.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com