3 જી ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. અસ્મિતા વિકાસ કેન્દ્ર એ ભરૂચના ત્રાલસામાં આવેલી મનો દિવ્યાંગ બાળકોની નિ:શુલ્ક નિવાસી સંસ્થા છે. અહીં ગુજરાત ભરમાંથી મનો દિવ્યાંગ બાળકો આવીને બાળકો વસે છે. શિક્ષણ, તાલીમ, વિવિધ થેરાપી , લોજીંગ, બોર્ડિંગ આ તમામ વ્યવસ્થાઓ આ બાળકો માટે નિ:શુલ્ક છે. દિવ્યાંગ દીનની ઉજવણી માટે સંસ્થામાં એક વિશેષ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 વર્ષથી ઉપરના બાળકો માટેનું વ્યવસાયી તાલીમ કેન્દ્ર પણ અહીં ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. હતું. જેમાં શાકભાજી, રમકડાં ફળો, ફૂલો, કરિયાણું, કટલરી તથા આ મનો બાળકો દ્વારા જ બનાવવામાં આવતી વિવિધ ડેકોરેટિવ આઈટમોના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. આ દરેક સ્ટોલનું મનો દિવ્યાંગ બાળકો દ્વારા જ સંચાલન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બી.જે નવલાવાલા( પૂર્વ સચિવ, ભારત સરકાર) ડો.ડી.બી તિવારી( DLSA સેક્રેટરી જજ ભરૂચ) , એ વાય મંડોરી( જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી) , પ્રવીણભાઈ તથા અરુણાબેન પટેલ ( USA) ની વિશેષ ગરીમા મય ઉપસ્થિતિ રહી. સૌરભ મહેતા (એચ આર હેડ અદામાં દહેજ, નિલેશ ગાંધી પ્લાન્ટ હેડ લેકલર દહેજ ) હર્ષદ ભાઈ પટેલ ( usa) તથા વિવિધ કંપનીઓ. એનજીઓ માંથી પણ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મનો દિવ્યાંગ બાળકોની સ્ટોલ પરની કાર્યપદ્ધતિ જોઇ તેઓ ખૂબ ખુશ થયા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી એમ એ હનિયા તથા મેનેજીંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ દ્વારા જણાવવામાં આવેલ કે આ થીમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં મનો દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃતિ આવે, દિવ્યાંગતાને સમાનતા સાથે સમાજ સ્વીકારતો થાય, દિવ્યાંગ લોકો પણ સામાન્ય લોકો સાથે તે સરળતાથી ભળી શકે તેવો તેમાં આત્મવિશ્વાસ આવે તેમજ આ મનો દિવ્યાંગો પણ વ્યવસાયિક ક્ષેત્રે સુંદર કાર્ય કરીને આત્મનિર્ભર બની જીવન સારી રીતે નિર્વાહ કરી શકે છે. તે ખાસ સંદેશો સમાજમાં પહોંચાડવાનો મુખ્ય હેતુ હતો. બો.જે નવલાવાલાએ પ્રવીણભાઈ તથા ટ્રસ્ટ મંડળને આવા સુંદર કાર્ય બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં આ સંસ્થા એક પવિત્ર જગ્યા છે. અને અહી પવિત્ર કાર્ય કરવામાં આવે છે. તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય મન્ડોરી દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ સંત સુરદાસ યોજના તથા જી.એમ.ડી.પી યોજના અંતર્ગત લાભાર્થીઓને મહેમાનના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. સંસ્થાના મનો દિવ્યાંગ બાળકો દ્વારા જો દિવ્યાંગોને આવા યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેઓ પણ ડિસ-એબિલિટી થી એબિલિટી તરફ જઈ શકે છે. તેવી વિવિધ એક સુંદર સંદેશ આપતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાથે-સાથે સમાજને સ્વચ્છતા સંદેશ રજુ કરતું નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com