Geo Gujarat News

જંબુસર: નવયુગ વિદ્યાલયમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હિરલબાને અભિનંદન પાઠવવામાં આવ્યા

જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળા પ્રમુખ મહેશભાઈ સોલંકીના દીકરી કુમારી હિરલબાનો જન્મદિવસ હોય શાળા પરિવારે જન્મ દિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે, કે કુમારી હિરલબા જન્મથી મુખબધીર હોવા છતાં રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 30 જેટલા મેડલ ,ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના પિતાશ્રીનું માર્ગદર્શન અને પોતાના આત્મવિશ્વાસથી આ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે બતાવે છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવામાં વિકલાંગતા અવરોધ રૂપ નથી તેમ જણાવતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *