ભરૂચના પાલેજ સ્થિત સુપ્રસિધ્ધ હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના ૪૯ મા સંદલ શરીફની ઉલાલભેર વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ૩ જમાદીઉલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.

જ્યાં દરગાહ શરીફના સંચાલકો તેમજ ઉલ્માએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડયા હતા. હજરત દફતર અલી સરકારના આસ્તાના પર હિંદુ – મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com