Geo Gujarat News

વાગરા: ખોજબલ ગામે કચરો નાખવા જેવી ન જેવી બાબતે ઝઘડો, સામસામે નોંધાઇ પોલીસ ફરિયાદ

વાગરા તાલુકામાં ખોજબલ ગામે પરમાર ફળિયામાં આશાવર્કર તેમજ ફળિયાનાજ એક ઈસમ વચ્ચે કચરો નાખવા જેવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો. અંતે બંને પક્ષે ફરિયાદ આપતા વાગરા પોલીસે સામસામે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ખોજબલ ગામે રહેતા રમીલાબેન કલ્યાણભાઈ પરમારનાઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, કે હું તારીખ. ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારના સાત વાગ્યાના અરસામા મારા ફળીયામા સફાઈ કરી રહી હતી. તે દરમિયાન ફળીયામાંજ રહેતા ધિરજભાઈ કરશનભાઈ પરમારનાઓને વિમલ ખાઈને કચરો નાખવા બાબતે કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ અપશબ્દો બોલી મારી સાથે ઝઘડો કર્યો હતો. તેમજ બેટ લઈ મને માથાના ભાગે, જમણી કોણીના ભાગે તથા છાતીના ભાગે સપાટો મારી ઇજાઓ પહોંચાડી હતી. એટલુંજ નહીં તેનુ ઉપરાણુ લઈ તેની માતાએ પણ છુટ્ટી ઈંટો વડે મારા તથા મારા ભાઈ ઉપર હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. પોલીસે તેઓની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

તો બીજી તરફ સામે પક્ષે ધીરજ કરશન પરમારનાઓએ પણ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું, કે, અમારા ફળીયામાં રહેતા રમીલાબેન કલ્યાણભાઈ પરમાર નાઓ સફાઈ કરી કચરો અમારા ધરના આંગણામા ઢગલો કરી રહ્યા હતા. જે બાબતે કહેવા જતા તેઓ અપશબ્દો ઉચ્ચારી મારી સાથે ઝઘડો કર્યો હતો. તે વખતે તેમનો નાનો ભાઈ નટવરભાઈ કલ્યાણભાઈ પરમારનાઓ ધરમાથી દંડો લઈ આવી મને ડાબા પગના ધુંટણના ભાગે મારી ઇજાઓ પહોચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. વાગરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *