ઉધના રેલ્વે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. તો અન્યોને વોન્ટેડ જાહેર કરાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલા કન્ટ્રોલ ટાવર પાસે જ દારૂનું કટીંગ થતું હોવા છતાં પણ રેલવે પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડતા હોય છે. બૂટલેગરો નત નવા રસ્તે દારૂ સુરતમાં ઘુસાડતા હોય છે. ત્યારે સુરતના ઉધના રેલ્વે પોલીસની હદમાં કન્ટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડયા હતા. વિદેશી દારૂના 1 લાખ 32 હજારથી વધુના જથ્થા સાથે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાસીવ, સતેન્દ્ર રામજીત સકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું.

પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ અને વાહનો મળી 2 લાખ 37 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે પુણાગામ ખાતે આવેલ સીટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ સ્ટેશનિયો લોટન સદાસીવ, અમુલ, ઉધનાનો છોટુ, ગોડાદરાનો પિન્ટુ લાંબો, પુણા પાટીયાની પ્રિયાબેન, લિંબાયતનો અશોક, નવાગામ ડિંડોલીનો ભુષણ અને ઉધનાનો શોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com