Geo Gujarat News

આમોદ: આછોદ ગામે રહેણાંક વિસ્તારમાં વિજપોલ તૂટી પડ્યો, સ્થાનિકોએ GEB સામે રોષ વ્યકત કર્યો

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે આજે સવારે એક વિજપોલ ધરાસાય થઈ જતા દોડધામ મચી ગઇ હતી. જાહેર માર્ગ ઉપર વિજપોલ તૂટી પડતા જોરદાર ધડાકાનો અવાજ થતાંની સાથેજ ફળિયાના લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જીવંત વીજ વાયરો નીચે પડતા એક સમયે લોકોમાં ગભરાહત સાથે નાસભાગ મચી જવા પામી હતી.

જાહેર માર્ગ હોવાથી અહીંયાથી સવારે બાળકો સ્કૂલ તેમજ મદ્રસાએ જતા હોય છે. જોકે સદ્દનસીબે ઘટના વેળાએ અહીંયાંથી કોઈ પસાર થતું ન હોવાથી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાવા પામી ન હતી. GEB ની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું, કે જર્જરિત અને નમી પડેલ વિજપોલ અંગે અનેકો વખત GEB માં ફરિયાદ કરવા છતાંય કોઈજ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જેના કારણે જ આજે આ ઘટના સર્જાઈ હતી. વિજપોલ તૂટી પડવાની જાણ વીજ કચેરીએ કરવા છતાંય 20 મિનિટ સુધી વિજપુરવઠો ચાલુ રહ્યો હતો. જો કોઈને કરંટ લાગત અથવા કોઈ દુર્ઘટના સર્જાઈ હોટ તો જવાબદાર કોણ.? જેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *