Geo Gujarat News

ભરૂચ: સાયખાની કંસાઈ નેરોલેક કંપનીએ લોખંડના શેડનું લોકાર્પણ કર્યું, નવા ઉદ્યાનથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

ભરૂચ તાલુકાના બોરભાથા બેટ નવા મકતમપુર સ્થિત પ્રાઇમરી શાળા ખાતે સાયખા જીઆઇડીસી સ્થિત કંસાઈ નેરોલેક કંપનીએ 3 લાખ ઉપરાંતના ખર્ચે લોખંડના શેડનું નિર્માણ કર્યું હતુ. આજરોજ કંપની સંચાલકોએ આ નવીન શેડનું લોકાર્પણ કરતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.

વાગરા તાલુકાની સાયખાં જીઆઇડીસી સ્થિત કંસાઈ નેરોલેક કંપનીએ સી.એસ.આર એક્ટિવિટી હેઠળ ત્રણ લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચ તાલુકાની બોરભાથા બેટ નવા મકતમપુર સ્થિત પ્રાઇમરી શાળા માટે લોખંડનો શેડ બનાવ્યો હતો. જેથી વરસાદ તેમજ તડકાથી બાળકોને રક્ષણ મળશે. આજરોજ શેડનું લોકાર્પણ કરવાના હેતુથી સ્કૂલ પ્રાંગણમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં અવાયું હતું. નવા બનેલા શેડનું ઉદ્દઘાટન કંપનીના સત્તાધીશોએ કર્યું હતું.

આ વેળાએ શાળા શાળા પરિવારે કંપની સંચાલકોનું પુષ્પગુચ્છ થકી બહુમાન કર્યું હતું. શાળામાં યોગદાન બદલ શાળા પરિવારે કંપનીનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે, કે વાગરા તાલુકાની સાયખાં જીઆઇડીસી સ્થિત કંસાઈ નેરોલેક કંપનીએ અનેક જગ્યાએ બાગ-બગીચા, વોકવે, પાણીની ટાંકી બનવા સહિતના ઉત્તમ કાર્યો કરવામાં આવ્યા હતા. આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના HR મેનેજર પ્રણવ પારેખ, CSO પરેશભાઈ પટેલ, પ્રોડક્શન હેડ-રીફલ પટેલ,ME હેડ-અનુજ ગૌતમ,પ્રોડક્શન હેડ-રઘુવીરસિંહ રણા સહિત શાળાનો શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *