ભરૂચ શહેરમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ શાળાના નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજરોજ લોકાર્પણ કરવાના હેતુસર શાળા પટાંગણમાં કંપની સંચાલકોની હાજરીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ શાળામાં અત્યાર સુધીમાં 9 લાખ ઉપરાંતની કામગીરી કરાઇ:- વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોગ્રામના ભાગ રૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો પાર પાડવામાં આવે છે. તેમજ નજીકના ગામોમાં પણ વિવિધ કલ્યાણ માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે. જે પૈકી ભરૂચ શહેરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સની મિશ્ર શાળામાં અંદાજીત 3 લાખના ખર્ચે નવા લોખંડના શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નવનિર્માણ પામેલ શેડનો આજરોજ લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અને નવા ઉદ્યાનને શાળા માટે ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ કંપની સંચાલકોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સિવાય પણ અગાઉ આજ શાળામાં કંસાઈ નેરોલેક કંપની દ્વારા પેઇન્ટિંગનું કામ કરાવવામાં આવ્યું હતું. તેમજ ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા ધ્યાને આવતા કંપનીએ સિલિંગ વોટરપૃફિંગની પણ કામગીરી કરાવી આપી હતી. આમ અત્યાર સુધીમાં આ શાળામાં 9 લાખ 50 હજાર ઉપરાંતની માતબર રકમનું કામ કરવામાં આવ્યું છે. શાળાને યોગદાન બદલ શાળા પરિવારે કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચની શ્રી બી.એચ મોદી વિદ્યામંદિરને નવું રંગ રોગાન કરાયું:- નોંધનીય છે, કે સાયખાની કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે પ્રજા હિતમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવે છે. અગાઉ મકતમપુર શાળામાં પણ લોખંડનો શેડ બનાવી આપ્યો હતો. જે બાદ આજે પોલીસ ક્વાર્ટર્સની મિશ્રશાળામાં પણ આ કામગીરી કરવામાં આવી હતી. વધુમાં આજે ભરૂચની શ્રી બી.એચ મોદી વિદ્યામંદિર ખાતે પણ શાળાના બિલ્ડીંગને કંસાઇ નેરોલેક કંપની દ્વારા નવું રંગ રોગાન કરી આપવામાં આવ્યું હતું. અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.

શાળા પરિવારે કંસાઇ નેરોલેક કંપનીનો આભાર માન્યો:- ભરૂચ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સની મિશ્ર શાળામાં આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં કંસાઈ નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ – રાજેશભાઈ પટેલ, કંપનીના પ્રોડક્શન હેડ – રાજીવભાઈ ચૌહાણ, એન્જિનિયરિંગ મેનેજર – ચિરાગભાઈ પટેલ, CSO – પરેશભાઈ પટેલ, પ્રોડક્શન સેંકશન હેડ – પ્રણવભાઈ જોશી સહિત શાળાનો શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવા શેડનું નિર્માણ થતા શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથેજ શાળા પરિવારે કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપનીનો આભાર માન્યો હતો.

નઈમ દિવાન, વાગરા
આ પણ જુઓ..
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com