આમોદ તાલુકાના આછોદ ગામે ખુલ્લામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતાં સાત જુગારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ ઇન્સ્પેકટર આર.બી.કરમટિયાને મળેલ બાતમીને આધારે રેડ કરતા આછોદ ગામે કેટલાક ઇસમો ખુલ્લામાં પત્તા-પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમતા હતાં.પોલીસે જુગાર રમતાં સાત જુગારીઓને ઝડપી પાડયા હતા.
પકડાયેલ શકુનીઓના નામની યાદી..
( ૧) ઇરફાન અહમદ ઇબ્રાહીમ પટેલ
(૨) તોશીફ ઇસ્માઇલ ગૌરી
(3) મહંમદહનીફ હશન અલ્લી પટેલ
(૪) યાકુબ ઇસ્માઇલ મહંમદ સુલેમાન પટેલ
(૫) ઇકબાલ ઇબ્રાહીમ વલી પટેલ
(૬) ઇમરાન અબ્દુલ્લા યાકુબ ભીખા વોરા પટેલ
( ૭) અસફાક અલ્લી ઇસ્માઇલ લખોટી વોરા પટેલ

ઉપરોક્ત તમામ રહે,આછોદ ગામ, તા.આમોદ જી.ભરૂચને ઝડપી પાડી અંગઝડતી લેતાં રોકડા રૂ.૯૧૫૦ અને દાવ ઉપરના રોકડા રૂ.૬૯૫૦ પાંચ મોબાઇલના ૨૫,૫૦૦ તેમજ એક મોટર બાઈક જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૧,૬૦૦ સાથે આરોપીઓએ ઝડપી તેમની સામે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com