Geo Gujarat News

વાગરા: ગાઢ ધૂમમ્સની ચાદર છવાઈ, હિલ સ્ટેશન જેવા માહોલની નગરજનોએ મજા માણી, વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી

વાગરા પંથકમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ ધુમ્મસને પરિણામે વાતાવરણ ધૂંધળું બન્યું હતું. જેના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી. જો કે નગરજનોએ હિલ સ્ટેશન જેવા આહલાદક માહોલને માણ્યું હતું. વહેલી સવારે ઝાકળ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. વાગરા પંથકના વાતાવરણમાં ઝાંકળના ટીપા જોવા મળ્યા હતા. જો કે આ ધુમ્મસને પરિણામે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને પણ તકલીફ પડી હતી.

વાતાવરણમાં અચાનક પલટોઃ શિયાળા બાદ પ્રથમવાર વાગરાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. 2 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ગરમ કપડા અને તાપણાનો સહારો લઈને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા હતા. તેવામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે સર્વત્ર ઝાકળનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું. ઠેર-ઠેર ઝાંકણ પાણીના ટીપા સ્વરુપે ઉપસી આવી હતી. આકાશમાં ગાઢ વાદળા છવાઈ ગયા હતા. જેના લીધે સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું. આખું વાગરા જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવો અનુભવ સ્થાનિકોને થયો હતો.

વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો :- હવામાનમાં આવેલા પરિવર્તનને લીધે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેનાથી વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વાહન ચાલકોએ દિવસે પણ હેડ અને ટેલ લાઈટ ચાલુ રાખીને ડ્રાઈવિંગ કરવું પડ્યું હતું. આ ધુમ્મસને લીધે અપડાઉન કરતા નોકરિયાત વર્ગને પણ ટાઈમિંગ જાળવવામાં મુશ્કેલીઓ પડી હતી. સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું, કારણ કે વહેલી સવારની ઝાકળ અને ધુમ્મસ સવારે 9 કલાક સુધી વાતાવરણમાં જોવા મળી હતી.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *