ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી.

ભરૂચની દસ વર્ષની નિર્ભયા સાથે અતિવિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજરોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી.બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા. બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરમ આરોપીનો કેસ કોઈપણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com