Geo Gujarat News

આમોદ: આછોદ ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું, પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામમાં પત્ની સાથે થયેલી સામાન્ય બોલા ચાલીમાં લાગી આવતા પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જેને સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં આપઘાત કરવાના બનાવો જાણે સામાન્ય થઈ ગયા હોય તેમ લાગી રહ્યુ છે.બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના કવીઠા ગામના એક આદિવાસી ઈસમે પોલીસના ત્રાસથી ઝેરી દવા પી ને પોતાનું જીવન ટૂંકાવી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે.ત્યારે આમોદ તાલુકાના આછોદ ગામમાં પણ એક વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાના સમચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.જેમાં મળતી માહિતી મુજબ,મૂળ સારણ ગામના અને હાલમાં આછોદ ગામમાં નવી નગરીમાં 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડ પોતાના પરિવાર સાથે રહેતો હતો.આજે 16 મી માર્ચના રોજ સાંજના સમયે લક્ષ્મણ રાઠોડ પોતાના ઘરે હતો ત્યારે તેની પત્ની સાથે જમવા બેસવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું લાગી આવતા તે ગામમાં જઈને ઝેરી દવા ગટગટાવી ગયો હતો ત્યાર બાદ ઘરે આવી તેની પત્નીને તેણે દવા પીધી હોવાની હકીકત જણાવતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.જ્યારે બીજી તરફ ઘટનાની જાણ આમોદ પોલીસ મથકે કરવામાં આવતા તેઓએ મૃતદેહનો કબ્જો પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *