ભરુચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઘેરૈયા નૃત્ય એ આકર્ષક જમાવ્યું હાલ હોળી તેમજ ધુળેટી નો તેહવાર આદિવાસીઓ પાંચમ સુધી મનાવતા હોય છે જેમાં આદિવાસીઓ 200 વર્ષ જૂની પરંપરાગત ઘેરૈયા નૃત્ય કરતા હોય છે જે સૌનું આકર્ષક નું કેન્દ્ર બન્યું હતું. આદિવાસીઓમાં ઘેરૈયા બનવાની માનતા રાખવામાં આવે છે અને ઘેરૈયા બન્યા બાદ અલગ અલગ ગામે ફરી ઘેરૈયા નૃત્ય કરતા હોય છે . આજરોજ બલેશ્વરથી પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ ગામે આવેલા ઘેરૈયાઓએ વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવાને ખભે બેસાડી ઘેરાયા નૃત્ય કરતા સૌ કોઈનું આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com