Geo Gujarat News

વાગરા: વાડિયા ચોકડી નજીક અજાણ્યા વાહનની તકકરે શ્રમજીવીનું કરુણ મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વાગરા તાલુકાના દહેજ ગામની વાડિયા ચોકડી નજીક એક શ્રમજીવીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં શ્રમજીવીનુ ઘટના સ્થળેજ કમકમાતી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. અકસ્માત સર્જનાર વાહન ચાલક પોતાનુ વાહન લઈને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે સ્થળ ઉપર લોકટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાંજ દહેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *