આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ છેલ્લા ત્રણ માસથી જર્જરીત છે.જેનાં કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી.જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજુઆત કરી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઇ જ કાર્યવાહી નહી કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આગામી સમયમાં કેનાલની મરામત નહી કરવામાં આવે તો કોંગ્રેસના સભ્યો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે તેમ પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી નર્મદા માઇનોર કેનાલ પસાર થાય છે.જે છેલ્લા છ માસથી તૂટી ગયેલ હોય, ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો નથી.આ અંગે કોંગ્રેસ સમિતિના સદસ્યો તથા ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.

ત્યારે ખેડૂતો તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરી ઓફિસને તાબાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે આમોદ નહેર નિગમના ડેપ્યુટી ઈજનેર વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે નહેરની મરામત કરવામાં આવી હતી પરંતુ કેટલાક અસામાજીક તત્ત્વો દ્વારા નજીકમાં આવેલી તલાવડી ભરવા માટે નહેરને વારંવાર તોડી નાખવામાં આવે છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com