નેત્રંગ મામલતદાર રિતેશ કોંકણીના અધ્યક્ષસ્થાને નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કાની રાત્રીસભા યોજાઈ હતી. જેમાં પાણીના સ્તર ઉંડા ઉતરી જાય છે.જેથી કોલીયાપાડા ગામે ખાડી-કોતરમાં ચેકડેમ-કોઝવે બનાવવા,કોલીયાપાડા ગામે ખેતી માટે સિંચાઈની યોજના નથી, દુધડેરી-દુધમંડળી નથી આ અંગે કાર્યવાહી કરવા,પ્રા.શાળામાં શિક્ષકની ઘટ, કોલીયાપાડા ગામના લોકોને સરકારી અનાજ લેવા માટે ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાના વલી ગામે જવુ પડે છે.રેશનકાર્ડની તમામ કામગીરી ઝધડીયા થાય છે જે દુર પડે છે. નેત્રંગ તાલુકાની કોઈ સસ્તા અનાજ દુકાન સાથે કોલીયાપાડા ગામનો સમાવેશ કસવામા આવે તેમજ રેશનકાર્ડની તમામ કામગીરી પણ નેત્રંગ કરવામાં આવે અને કોલીયાપાડા ગામ ગુપ ગ્રામ પંચાયત સાથે છે.તેને અલગ કરી કોલીયાપાડા ગ્રા.પંચાયત અલગ કરવા સહિત વન અધિકારના દાવાઓ પડતર છે.તે સત્વરે મંજુર કરવામા આવે વિગેરે રજુઆત ગામજનો થકી કરવામાં આવી હતી. નેત્રંગ મામલતદારે તમામ રજુઆત સાંભળી ઉચ્ચકક્ષાએથી પરીણામલક્ષી સમાધાન કરવાની બાંહેધરી આપી હતી.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com