સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા લેવાઈ : સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સેતુ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.આજ રોજ યોજાયેલી જ્ઞાનસેતુ પરીક્ષા આમોદ તાલુકામાં ચાર સેન્ટરોમાં લેવામાં આવી હતી.જેમાં આમોદની શાહ એન.એન.એમ.ચામડીયા હાઇસ્કુલ,બચ્ચો કા ઘર આમોદ, નાહિયેર સ્વામિનારાયણ હાઇસ્કુલ તેમજ સરભાણ હાઇસ્કુલમાં કુલ ૯૬૦ જેટલા વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા આપી હતી.રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી સ્કોલરશીપ પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓમાં તથા વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.આમોદ તાલુકાના તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે સુપરવાઈઝર શિક્ષકો દ્વારા ખૂબ જ ચોકસાઈ તથા ઉત્તમ રીતે કામગીરી કરવામાં આવી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com