Geo Gujarat News

ઝઘડીયા: ભાલોદ ખાતે બ્યુટી પાર્લર કોર્સની તાલીમ પૂર્ણ કરેલ 56 બહેનોને પાર્લર કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

ઝઘડીયા તાલુકાના બામલ્લા સ્થતિ રાજશ્રી પોલિફીલ) કંપની દ્વારા પોતાની CSR યોજના હેઠળ બ્યુટી પાર્લર કોર્સની તાલીમ આપવામાં આવી હતી. સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ- રાજશ્રી પોલિફીલ કંપનીની પોતાની CSR યોજના અંતર્ગત કંપની દ્વારા આજુબાજુના ગામોમાં વિકાસ લક્ષી કામો કરવામાં આવે છે, જે અનુસંધાને CSR યોજનાની ગ્રાન્ટ હેઠળ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના લક્ષ્યાંકને ધ્યાને લઈ કુલ 56 બહેનોને માટે બ્યુટી થેરાપીસ્ટ તાલીમનું ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 56 બહેનોએ 4 મહિના તાલીમ લઈ કોર્ષ પૂર્ણ કર્યો હતો. જેમાં તમામ બહેનોની સફળતા પૂર્વક તાલીમ પુર્ણ થતાં તેમના ઉજ્વળ ભવિષ્યની શભેચ્છા તેમજ સન્માનિત કરવા માટે રામનાથ હૉલ ભાલોદ ખાતે કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યો હતું. CSR પ્રવૃત્તિ હેઠળ 56 બહેનોને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે જરૂરી કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજપારડી પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.બી ગોહિલ, કંપનીના CSO યોગેશ શાહ, કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ, જયદીપ કાપડિયા તેમજ ગામના વડીલો હાજર રહ્યા હતા. જેઓના હસ્તે તમામ તાલીમ પામેલ બહેનોને બ્યુટી થેરાપીસ્ટ ની કીટ અને પ્રમાણપત્ર આપી તેમના ઉજ્વળ ભવિષ્યની શભેચ્છા પાઠવી સન્માનીત કર્યા હતા.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *