મુસ્લિમોના પવિત્ર રમજાન માસ ધોમધખતા તાપમાં શરૂ થયો હતો. આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે પણ દિવસભર ભૂખ્યા તરસ્યા રહીને મુસ્લિમ બિરાદરો રોજા કરી અલ્લાહ તઆલાની ઈબાદતમાં લીન બન્યા હતા. ત્યારે દિવસભર ભૂખ્યા-તરસ્યા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા નગરના વાંટા વિસ્તારમાં રહેતા જાવીદ સિંધાની ૧૧ વર્ષીય દીકરી નસીરાએ પણ આકરી ગરમીમાં રોજા રાખવાનું મન બનાવીને રોજા રાખવાનું શરૂ કર્યું હતું. અને પૂરા રમઝાન માસના રોજા રાખ્યા હતા. સાથે-સાથે ખુદાની ઈબાદતમાં લિન થઈ દિવસો પસાર કર્યા હતા.

વાગરાના વાંટા વિસ્તારમાં આવેલ હોલ પાસે રહેતા જાવીદ સિંધાની દીકરી નસીરાએ પોતાના જીવનમાં રમજાન માસનું મહત્વ સમજી રમજાન માસના ૨૯ રોજા પુરા કરી અલ્લાહની ઈબાદત કરી હતી. હાલ ઉનાળાની કપરી ગરમી વચ્ચે ૧૧ વર્ષની નસીરા જાવીદ સિંધાએ પણ ભૂખ્યા તરસ્યા રહી રબને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. ૨૯ રોજા પૂર્ણ થતાં ઈદની ખુશી મનાવવા લોકો રાહ જોઈ રહ્યા છે. ૧૧ વર્ષની માસુમ દીકરીએ પોતાની જિંદગીમાં રમઝાન માસના સંપૂર્ણ રોજા રાખી સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની હતી. માસુમ દીકરીને તેમના પરિવાર દ્વારા કુલહારથી સન્માનિત કરવામાં આવી હતી. સાથેજ આસપાસમાં રહેતા લોકો દ્વારા તેનું બહુમાન કરી તેના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com