ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને અતિ મહત્વનો તહેવાર માનવામાં આવે છે. અને એક બીજાની નફરત અને દ્વેષ ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. અને તેમની દ્વિધા દુર કરે છે. આજના ઈદના તહેવારના પ્રસંગે વડીલો દ્વારા ઘરનાં સભ્યોને નાની-મોટી ભેટ પણ આપવામાં આવે છે. જેને ઈદી કહેવામાં આવે છે. આ પ્રસંગે હાંસોટ ખાતે આવેલ ઈદગાહ તથા છોટુ બાવાની દરગાહ શરીફ ખાતે મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ અદા કરી એક બીજાને ગળે લગાવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. અને શાંતિ પ્રિય વાતાવરણમાં ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

ઈસુબ દિવાન, હાંસોટ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com