Geo Gujarat News

આમોદ: નવ નિયુક્ત ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખનો સત્કાર સમારંભ યોજાયો, સાથેજ ભાજપના કાર્યકરોની પરિચય બેઠક પણ યોજાઇ

આમોદમાં હિન્દુ જીમખાના દ્વારા ભરૂચ જીલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો ગોસાઈવાડ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આમોદ ખાતે પધારેલા નવ નિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામીનું ઢોલ નગારાં સાથે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યાં સૌ પ્રથમ જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ડી.કે.સ્વામીએ લવઘણ વસાવાની પ્રતિમાને ફુલહાર ચઢાવી શીશ ઝુકાવ્યું હતું.ત્યાર બાદ બહુચર માતાજીનાં મંદિરે દર્શન કરી આશિર્વાદ લીધાં હતાં.ત્યાર બાદ કાછીયાવાડમાં રામજી મંદીર તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો.કાછીયાવાડમાં ભાજપના કાર્યકરોની પરિચય બેઠક રાખવામા આવી હતી.જ્યાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય ડી.કે.સ્વામીનું શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઇ લીંબચીયા,પ્રમોદ પટેલ સહિતનાં લોકોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ હિન્દુ જીમખાના દ્વારા આયોજીત ગોસાઈવાડમાં હિંદુ જીમખાનાના યુવાનોએ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડી.કે.સ્વામી, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તેમજ હિન્દુ જીમખાનાના માર્ગદર્શક મુકેશ જાદવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી હિન્દુ સમાજે મતભેદ ભૂલી એક થવા જણાવ્યુ હતુ. જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સામાજીક સમરસતા ઉપર ભાર મૂકી હિન્દુ સમાજને એક રહેવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામા હિન્દુ ભાઇઓ, બહેનો,યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *