Geo Gujarat News

ભરૂચ: જિલ્લામાં હોમીઓપેથી દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પનો ૬૯૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો

નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભરૂચ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, ભરૂચના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીઓપેથી દવાખાના(જનરલ હોસ્પિટલ, નબીપુર, પરીએજ, ઝનોર, ધરોલી, સિસોદરા, વાગરા, કારેલી, ગજેરા) ખાતે હોમીઓપેથી દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત તા. ૦૭/૦૪/૨૦૨૫ થી તા. ૧૦/૦૪/૨૦૨૫ સુધી વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પ, વર્કશોપ, આરોગ્ય જાગૃતિ વગેરે કાર્યક્રમો દ્વારા હોમીઓપેથીના પ્રચાર પ્રસાર માટે આયોજન કરવામાં આવ્યું છે.

મિશ્રશાળા ભોલાવ ખાતે હોમીઓપેથી દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાયો:- જેમાં તા. ૦૭/૦૪/૨૦૨૫એ ભરૂચના ભોલાવ ખાતે આવેલી મિશ્રશાળા ખાતે વિના મુલ્યે હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં દર્દીઓને નિ:શુલ્ક હોમીઓપેથી દવા, આરોગ્ય જાગૃતિ, યોગ કાર્યક્રમ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હોમિયોપેથીના નિષ્ણાંત તબીબો ડો. રૂપલબેન, ડો. સોનાલીબેન તથા ડો. કેતનકુમાર દ્વારા ૩૧૧ દર્દીઓને તપાસી જરૂરી નિદાન તેમજ ૨૨૦થી વધુ લાભાર્થીઓને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શું ધ્યાન રાખવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ ઇન્સ્ટ્રક્ટર વૈશાલીબેન શાહ (પરીએજ) દ્વારા સ્કૂલના ૧૬૦થી વધુ બાળકોને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આમ આ કેમ્પમાં કુલ ૬૯૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. આમ્રપાલીબેન પટેલ તથા ભોલાવ મિશ્રશાળાના આચાર્ય અજીતભાઈ ગોહિલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તા. ૦૮/૦૪/૨૦૨૫ ભીડભંજન હનુમાન મંદિર, હાંસોટ રોડ-અંકલેશ્વર, તા.૦૯/૦૪/૨૦૨૫ સબ સેંટર વાગરા ખાતે સવારે ૦૯ થી બપોરે ૦૨ દરમિયાન નિદાન સારવાર કેમ્પનો લાભ મેળવી શકાશે. આથી જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *